માણસે કાયમ સપનાં જોવા જ જોઈએ … ઊંઘવા ન દે એવા સપનાં જોવા જોઈએ . બહુ નાનપણથી મેં પણ એક સપનું જોયું હતું  :)

ચિત્રલેખામાં મારું નામ જોવાનું  :)

આજે વર્ષો પછી એ સ્વપ્ન પૂરું થયું ….આજે મારું નામ મારી કથાકડી અને કથાકડી ટીમનાં કારણે ચિત્રલેખામાં ચમકી ગયું. :) આભાર ટીમ <૩

કોઈ એમ કહે કે આ મેં કર્યું તો એક દંભ જ ગણવો … ઈશ્વર કૃપા ,સમજુ પરિવારનો સાથ અને દમદાર મિત્રોના સહકાર વગર કશું શક્ય નથી. રોજે રોજ તો આપણે આપણા ઘરનાં લોકોનાં પણ વખાણ નથી કરતા .. એ જ રીતે મારી કથાકડી માટે સાથ આપનાર …એક કડી લખી મને પ્રોત્સાહન આપનાર મિત્રોનો ઉપકાર હું એક પળ નથી ભૂલતી … હા , સતત કહેતી નથી રહેતી :) કારણ આ પણ મારો પરિવાર જ છે જ્યાં અમે ક્યારેક લડીએ પણ છીએ … :p

આજે મજા પડી ગઈ. ફક્ત ફોન પરની દસેક મિનીટની વાત પરથી આ રીપોર્ટ બન્યો છે અને સાંભળીને લખાયેલી વાતમાં શક્ય છે ઘણા મિત્રોનાં નામ આવરી શકાયા નહી હોય …મને ખાતરી છે મારા સમજુ મિત્રો મને એ માટે માફ કરશે.

આખી ટીમનો ફોટો આવે એવી મારી જીદ/ઈચ્છા પૂરી કરવા બદલ ચિત્રલેખા ટીમની ખુબ આભારી છું .

ખાસ આભાર Samuel Rajkumar અને Ashish Kharod નો માનીશ . જેમનાં સતત પ્રોત્સાહન વગર કશું જ સંભવ નહોતું.. નીવા પણ નહી , કથાકડી પણ નહી , શૂન્યતાનું આકાશ પણ નહી , શબ્દાવકાશ પણ નહી … અને કશું જ નહી …

રાખને પણ બેઠા થવા અન્ય સામગ્રીની જરૂર પડે છે … મને મારા પરિવાર/મિત્રોએ જાળવી છે … :)13686660_1133402320052052_6836183838027032245_n

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. vinodrathod47 કહે છે:

    નિવાબહેન, શરૂઆતમાં કથાકડી નિયમીત હોવાથી રસ લઇ શકાતો પણ વિલંબને કારણે સાતત્ય નથી જળવાયું તો સળંગ વાચન કરવા કેવીરીતે ક્રમવાર હપ્તા મેળવવા તે જાણકારી આપવા વિનંતી

    Liked by 1 person

Leave a comment