વેલ …શું લખવું એની કઈ સમજણ પડતી નથી. બાળપણથી જ વાંચકીયો જીવ , પિતાએ નાનપણમાં જ ફુલવાડી નિરંજન જેવી બાળ વાર્તાઓ માટે નું લવાજમ ભરી ઘરે વાંચન માટેનું પ્રેરક બળ પુરુ પાડ્યું. વાંચન એ વ્યસન બની ગયું. બાય મિસ્ટેક એન્જીનીયર થયો! વ્યવસાય પણ એવો કે ૨૪ કલાક કામ અને ૨૪ કલાક ફ્રી! આજ થી ૫ વર્ષ પહેલા મિત્રો દ્વારા ફેસબુક જેવા શોસિયલ મિડીયા વિષે જાણવા મડ્યું. પહેલેથી જ ધુની, ટીખળખોર, મોજ મસ્તી વાળા સ્વભાવને લીધે ફેસબુક ભાવી ગયું. ફેસબુક ના What`s on your mind? પ્રશ્નને ગંભીરતા થી લઈ મારા મનમાં જે કઈ વિચારો ઉદભવતા એ કોઇપણની સેહશરમ રાખ્યા વગર બિન્દાસ લખતો. ધીમેધીમે લોકો ને મારા વિચારો, પોસ્ટ ગમવા લાગી એમની સેકડો લાઇકો અને સરાહના યુક્ત કોમેન્ટોએ મને પ્રેરકબળ પુરુ કર્યુ. કડીયા ને ચણતરની એક ઇંટ મુંકાવી આખો દિવસ સાઇટ પર નવરાબેસી ફેસબુક મંચડે રાખ્યું! ફેસબુકને મારી નવરાશની પળોમાં સદા સાથ આપવા બદલ માર્કિયાને ધન્યવાદ આપીશ. પાંચ વર્ષના અંતે ૫૦૦૦ કરતા પણ વધુ ફેસબુક મિત્રો અને એમાંથી ઘણા ફેમીલી મિત્રો પણ બન્યા! રોજ અવનવી હ્યુમર હાસ્યસભર બિન્દાસ પોસ્ટ અને મિત્રોની વોલ પરની કોમેન્ટો દ્વારા મારો સમય આસાનીથી વ્યતિત થઈ જતો! નીવાબેન નો અચાનક એક દિવસ “ કથાકડી લખવી છે ? ‘ એવા મેસેજ થી જાણે મારી ફેસબુક પરની દિશા જ બદલી ગઈ! આમતો આ આભાસી દુનિયામાં અમારા બંનેનો એક કોમન ભાઈ હોવાથી અમે ભાઇ-બહેન થયા! મેં તરત જ કઈ પણ જાણ્યા વગર હા પાડી દીધી. એણે મને કથાકડી વિષે માહિતી આપી. હું મારા નવરાશની પળોમાં આગળની ૧-૪૬ કડી વાંચવા મંડ્યો! એને અઠવાડીયા પહેલા જ ધોષિત કર્યુ કે બાવન મી કડી તમારે લખવાની છે. સમયનો હું પાબંદ અને ધુની સ્વભાવ ના લીધે મે કથાકડીને ગંભીરતાથી લઈ બધી પ્રિન્ટ કાઢી ને વાંચવાની શરૂઆત કરી. એક અઠવાડીયામાં વાંચી. ૩૯ વર્ષની બાળક અવ્સ્થાએ પહોચ્યા છતા મેં ક્યારેય કોઇ સ્ટોરીનો નાનક્ડો પેરેગ્રાફ પણ નહોતો લખ્યો! આખી કડી એ પણ આગળ ના ૫૧ ભાગ વાંચી ને લખવી મારા માટે પડકાર રૂપ હતી. મારા ભાગમાં કથાનો અંત લખવાનો હોય આગળના બધા પાત્ર અને પ્લોટ તૈયાર કરવાનું કામ ખુબ અઘરૂ હતું. થેન્ક્સ ટુ Ahwinbhai, Irfanbhai, Alokbhai અને ખુદ ગબ્બર નીવાબેન તથા સમગ્ર કથા કડી ટીમ અને અન્ય મિત્રો કે જેણે મને યોગ્ય જરૂરી સલાહ સુચન આપ્યા. આજ મેં નક્કી કરેલ સમયે જ કથાકડી વર્કશોપમાં મારી કડી પોસ્ટ કરવા બદલ ગર્વની લાગણી અનુભવું છું. આશા રાખુ કે મારો નાતો કથાકડી સાથે આજીવન જળવાઇ રહે…

અંતે નીવાબેનને મોટાબેન તરીકે છુંટ આપુ છું કે ફરી પાછો મને ફેસબુક પર ખોટો સમય બરબાદ કરતો નિહાળ્યો તો કાન પકડી પાછો પાટે ચડાવે! કદી લેખક કે આવું લખવાની જીંદગીમાં પણ ન વિચાર્યું હોય હું આજ મારી જાતને ધન્ય ગણું છુ. આપે મને શાંતિથી વાંચ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર …આ સાથે હું મારૂ વકતવ્ય પુરૂ કરૂ છું. …. જય હિન્દ….જય ભારત…. ( માથુ જુકાવી ને )

12511926_10208027460903369_100801045_n

 

સપના અને વ્યોમ વિષ્ણુના રૂમમાંથી બહાર નીકળ્યા . હોસ્પિટલની લિફ્ટ માં પ્રવેશ કરતા કરતા એણે ડ્રાઇવરને ફોન કરી ગાડી મેઇન એન્ટ્રી પાસે લઇ આવવાનું કહ્યું. ગાડી આવતા જ સપના અને વ્યોમા તેમા સવાર થઈ સપનાના ઘરે જવા નીકળ્યા. સપના હવે પીઢ અને કાબેલ બિઝનેસ વુમેન બની ગઈ હતી. પોતાના દુખો ભુલી તેણે કોલેજની સખી વ્યોમાને માફ કરવાની કોશીશ કરી. આખા રસ્તે તે વ્યોમા વિષે જ વિચારતી રહી. બિચારી એ ભલે ગમે તેવી છળકપટ કરી હોય, બધી ધન-દોલત, માન-મરતબો, વૈભવ અને ઘર-બાર છોડી સંન્યાસીની જેમ એક દાયકા કરતા વધારે સમય આશ્રમમાં વિતાવી અણે પ્રાયશ્ચિત તો કર્યુ. હવે વ્યોમાનાં પેટમાં કોઇ પાપ નથી. રાહુલ પણ જેલ ભેગો થઈ ગયો હોય એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો વિષ્ણૂ જ તેનો સહારો છે. વ્યોમાના ચેહરા પર ચિંતા અને પ્રાયશ્ચિતના ભાવો સ્પષ્ટ દેખાતા હતા. એ આખા રસ્તે સુનમુન બેસી માત્ર વિષ્ણુને સાજા થવાની જ પ્રાર્થના કરતી રહી. સપનાના મેઇન ગેટ ખોલવાનાં ડ્રાઇવરે મારેલ હોર્નથી બન્ને બહેનપણીઓની તંદ્રા તુટી. ઘરમાં પ્રવેશ કરતા જ અવની એ બન્નેને આવકારી. હમણા અવનીને પણ સપનાએ મિડીયા દ્વારા વ્યાપેલ ન્યુઝ પછી પોતાના ઘરે જ આસરો આપ્યો હતો. સંયોગ પણ સોફા પર આડો પડી ટીવી માં ન્યુઝ જોતાજોતા સપનાની રાહ જોતો હતો. જેવા બન્ને ઘરમામ દાખલ થયા કે સંયોગે વ્યોમાને જોઇને મીઠો આવકાર આપ્યો. અવનીએ કાંતાબેન તથા મહારાજ સાથે રહીને રાત્રીનું ભોજન બનાવી દિધુ હતું.બધા ફ્રેશ થઈ અવની ના કહેવાથી વાતો કરતા કરતા જમવાને ન્યાય આપવા ડાઇનીંગ ટેબલ પર ગોઠવાયા.

સપનાએ સ્નેહાનું ટીફીન તૈયાર કરી ડ્રાઇવર સાથે હોસ્પિટલ મોકલ્યું તથા સ્નેહાને ફોન કરી જણાવી દીધું. સ્નેહા પણ વિષ્ણુના રૂમ માં રાખેલ સોફા પર બેઠી બેઠી વિષ્ણુનાં નિસ્તેજ ચહેરાને નિહાળી રહી હતી. તેનું ધ્યાન વિષ્ણું પરથી હટતું નહોતું. ડોકટરે પણ ૪૮ કલાક ક્રિટીકલ છે એવું કહેતા તેના ચહેરા પર ચિંતા અને ડર સાફ જણાતો હતો. તેની નજર વિષ્ણુના પગની આંગળીઓથી આંખના પાંપણોની હરકતો પર મંડાયેલી હતી. ડ્રાઇવરે આપેલ ટીફીન પણ ત્યાં જ ટેબલ પર પડ્યું રહ્યુ. વિષ્ણુની ચિંતામાં સ્નેહાને જમવાનું પણ ધ્યાન ન રહ્યુ. રાતો ના ઉજાગરા અને પોતાના પ્રતિ બેદરકારીથી એનો દેહ લેવાય ગયો હતો. થાકીને તે નાનકડા સ્ટૂલને વિષ્ણુના પલંગ પાસે ખેંચીને વિષ્ણુની આંગળીઓ એના ગાલને સ્પર્શે તે રીતે ઉંઘવાનો પ્રયાસ કરતી હોય તેમ વિષ્ણુના શુન્યમસ્ક ચહેરાને નિહાળી રહી હતી. અચાનક એના રતુંબડા ગાલ પર કંઇક સ્પર્શનો અહેસાસ થતા એ સફાળી જાગી! આંખ ખોલીને જોયું તો વિષ્ણુના ડાબા હાથની આંગળીઓમાં ચેતના વરતાઇ! બધો ઉજાગરો અને થાક એક જ ક્ષણમાં ભુલીને એ વિષ્ણુના ચહેરા સામે જોવા લાગી. તે તુરંત જ ઇન્ચાર્જ ડોકટરની ચેમ્બર તરફ દોડી અને પ્રવેશી ને હાંફળાફાંફળા ડોકટરને કહેવા લાગી “ ડોકટર સાહેબ, વિષ્ણુની આંગળીઓ માં હલન ચલન થતું મેં જોયું!!, તમે જલ્દી આવો , પ્લીઝ . “ ડોકટરે આ સાંભળી તુરંત બધા સાધનો લઈ નર્સને સાથે ચાલવાની સુચના આપી વિષ્ણુના રૂમ તરફ દોડતે પગલે આવ્યા. કાબેલ ડોકટરે વિષ્ણુના હાથની નાળી અને ધડકન પતાસી સ્નેહા સામે સ્માઇલ આપી ખુશ ખબર આપી કે “ બેટા, વિષ્ણુ હોશમાં આવી ગયો છે,એ હવે ખતરાથી બહાર છે… જલ્દી સાજો થઈ જશે . હવે ચિંતાનું કોઇ કારણ નથી. તારી કૃષ્ણ ભક્તિ અને વિષ્ણૂ તરફ નાં અપારપ્રેમ રંગ લાવ્યો. વિષ્ણુને તમે જલ્દી ઘરે લઈ જઈ શકશો, કોન્ગ્ર્રેટ્સ “ આમ કહી નર્સને જરૂરી સુચનાઓ આપી તે રૂમમાંથી વિદાઈ થયા. સ્નેહાના આનંદનો કોઇ પાર નહોતો. બધો થાક અને ચિંતા એના ચહેરા પરથી પળવાર જ માં દૂર થઈ. મમ્મીને તુરંતજ ફોન કરી ખુશખબર આપી દીધા.

પોતાની ઓફિસમાં દિગ્વીજયને હજી ચેન પડતું નથી, કેસ સોલ્વ થવાનાં આરે છે પણ આખરા મહોરા ગુરૂજી અને યશપાલ ને કેમ પકડવા એ પ્રશ્ન નો જવાબ શોધવામાં તે વિચારમગ્ન થઈ આંખ બંધ કરી પોતાની રિવોલ્વીંગ ચેઇર પર બેઠો હતો.ગુરૂજીને આશ્રમથી પકડીને અહિ લાવી પુછતાંછ કરીશું તો ધર્મના નામે એના લાખો ભક્તો માં ઉહાપો મચી જશે, માટે બધા સબળ પુરાવા મળે પછી જ ગુરૂજીની ધરપકડ કરીશું એવા વિચારે એણે બધુ ધ્યાન યશપાલ પર જ કેન્દ્રીત કરવાનું નકકી કર્યુ. મોબાઇલના નોટપેડમાં એ બધા ગુન્હેગારોની દરેક હલચલ એક ફાઇલ બનાવી નામ જોગ ટેકાવતો. એણે મોબાઇલ હાથમાં લઈ યશપાલનું ફોલ્ડર ખોલી બધું વાંચવા મંડ્યું…યશપાલની જો કોઇને જાણ હોય તો એ અમિત દેસાઇ હશે ..પણ એ કંઇ એમની મદદ કરે નહિ ઊલ્ટાનું એમની પુછતાંછ કરવાથી યશપાલને ખબર પડયે એ સતર્ક થઈ જશે. મોબાઇલ માં એકીટશે આ બધુ મનોમંથન કરતા અચાનક એનું ધ્યાન અવની પર ગયું. …યસ , અવની !! એને તો યશપાલની બધી જ ખબર હશે. ક્યાં હશે અવની ? હાં એ સપના ના સંપર્ક માં જરૂર હશે એવું વિચારી એણે સપનાને ફોન કર્યો. સપનાની અવની વિષે પુંછતા જ સપના બોલી ઉઠી “ અવની મારા ઘરે જ મારી બાજુ માં બેઠી છે..ફોન આપુ? “ દિગ્વીજયે હા માં જવાબ આપી જેવી અવની નો અવાજ આવ્યો કે તરત જ વાત કરવાની શરૂઆત કરી “ અવની મને ખ્યાલ છે કે જે કઈ તારી બદનામી થઈ એનાથી તું ડિસ્ટર્બ હશે, પરંતું હવે તારે યશપાલનો ભાંડો ફોડવામાં મારી મદદ કરવી જોઇએ…હું આશા રાખું તું મારી મદદ કરીશ. અવની એ તરત હાં પાડી ટુંકો પ્રતિઉતર વાળ્યો. હવે દિગ્વીજય ને આશા બંધાણી એ પોતાની ખુરશી પર ટટ્ટાર થઈ મુદા પર આવ્યો “ અવની , યશપાલ અત્યારે ક્યાં હશે? મને ખબર છે કે એણે એમના બધા નંબરો બંધ કરી દિધા હશે..મારી પાસે એના જેટલા નંબરો છે એ બંધ આવે છે. તારી પાસે યશપાલ ના જેટલા કોન્ટેક નંબર હોય તે મને આપીશ? જેથી ટ્રેસ કરી હુ એનું લોકેશન શોધી લઉ. એ કઈ જ્ગ્યા એ હોઇ શકે ? એ ના વિશ્વાસુ માણસોનું લિસ્ટ મને આપી શકે ? “ અવની ઘડીભર વિચારમગ્ન રહી થોડીવાર પછી બોલી “ હું તમને એમના બધા નંબરો મેસેજમાં મોકલાવી આપું છું. એ ખંધો, ચબરાક, અને શાતીર રાજકારણી છે એટલે મને ક્યારેય એના લોકેશન કે બીજા વિશ્વાસુ માણસની જાણ કરી નહોતી. દિગ્વીજય અવની નો જવાબ સાંભળી થોડો દુખી થયો પણ તેને થયુ અવની જે નંબર મોકલાવશે તેના પરથી કઇક તો સગડ મળશે.એની પાસે હવે રૂબરૂ અવની ને બોલાવી પૃછા કરવાનો કોઇ અર્થ ન લાગતા ફોન મુકવા માટે એણે અવની ને કહ્યુ “ થેન્ક્સ અવની , તારા નંબર પરથી મેસેજ કરજે એટલે ફરી મારે કઈ પુછવું હોય તો હું તને ડાયરેક્ટ કોલ કરી શકું…હેવ એ નાઇસ ડે કઈ એ ફોન કટ કરવા જતો હતો ત્યા જ અવની ને કશુંક યાદ આવતા તેણે દિગ્વીજયને કહ્યું “ વેઈટ…એક મીનીટ… એક યશપાલનો લંગોટીયો મિત્ર છે, ચતુર પટેલ એ અમેરિકા માં પોલિસ ડિપાર્ટ્મેન્ટ માં જ હોવાથી અને યશપાલની તેની સાથે અવાર નવાર વાત થતી હોય આવા વિકટ સમયે યશપાલ મી. પટેલનો અભિપ્રાય લેવા જરૂર એને ફોન કરી શકે. “ દિગ્વીજય ચમક્યો એને સચીનની ઉલટ તપાસ માં પણ પટેલ સાહેબ દ્વારા અમેરિકાથી ઇન્ડિયા આવવાનો ઉલ્લેખ યાદ આવ્યો. રફ પેડ અને પેન લઈ અવની ને પુછ્યું “ અવની , એની તમારી પાસે મી. પટેલની જેટલી ડિટેઇલ હોય બધી મને આપો પ્લીઝ. અવની એ યાદ કરી ને દિગ્વીજયને લખાવી દિધું કે “ મી. ચતુર પટેલ , ન્યુજર્સી પોલીસ ડિપાર્ટ્મેન્ટમાં ઇન્સ્પેકટર છે. યશપાલનો ખાસ મિત્ર હોય એ અવાર નવાર એના નામનો ઉલ્લેખ કરતો “ દિગ્વીજયને કઈક આશા બંધાણી હોય થેન્ક્સ અને જરૂર જણાશે તો હું પાછો તમારો સંપર્ક કરીશ ,કહી ફોન મુંકી દિધો.

રાત્રીના ૧-૩૦ ના સમયે ફોન દ્વારા હુકમ છુંટતા ઇન્સપેક્ટર ડોબરીયા , સબ ઇન્સપેક્ટર ચારણ તથા દસેક જેટલા નીચેનો સ્ટાફ દિગ્વીજયની ઓફિસમાં એકઠા થયા છે. બધા સામે નજર ફેરવી એણે ડોબરિયા ને ચહેરા પર સ્મિત ફરકાવી સવાલ પુંછ્યો “ તમે કોઇ દિવસ શેર નો શિકાર કર્યો છે ? “ બધા અવાક ઉભા રહ્યા કોઇ કશું બોલ્યું નહિ તેથી દિગ્વીજયે ફોડ પાડતા કહ્યુ “ ચાલો આજ શેર નો શિકાર કરીએ “ પછી જરૂરી હથિયાર, બે જીપ અને બીજો પ્લાન બધાને ઝડપથી કહી સંભળાવ્યો. બધા બે જીપ માં સજ્જ થઈ ઇસ્કોન મંદિરથી બોપલ જવાના રસ્તે સુમસામ સડક પર નીકળી પડ્યા. તેણે યશપાલને પકડવાનું છુપુ રાખી બાકી આખી યોજનાનો ઝડપે સલાક પ્લાન ૧૫ મીનીટ માં જ બધા ને કહી સંભળાવ્યો હતો..એણે એવી તકેદારી રાખી કે જો યશપાલને ધરપકડનું હું કહીશ ને કોઇ જાણભેદુ ટીમમાં જ હશે તો યશપાલ છટકી જશે. બોપલથી આગળ બા ની વાડી નામના ફાર્મ હાઉસથી ૧૦૦ ફૂટ દૂર એણે જીપો અટકાવી. ત્યાથી પહેલેથી જ પ્લાન મુજબ ચારણ તથા ચાર હવલદારો મેઇન ગેઈટ ની થોડે દૂર આવેલ ઉંચી કંપાઉન્ડ વોલ કુંદી અંદર પહોચ્યા. અંદર ખાસ કોઇ પહેરો ન હોવાથી એણે દિગ્વીજયને મેસેજ દ્વાર જાણ કરી . દિગ્વીજય અને ડોબરિયા બાકીના સાથિયો મેઇન ગેટ પર ચોર પગલે પહોચ્યા. ત્યા પણ કોઇ નહોતું. દિગ્વીજયે મેઇન ગેટ ખોલવા અંદર રહેલ ચારણ ને મેસેજ મારફત સુચના આપી. બધા હવે અંદર પ્રવેશી એક અતિ ભવ્ય બંગલા તરફ આજુબાજુ જોતા પિસ્તોલ હાથમાં લઈ પ્રયાણ કર્યુ . બંગલાની બહાર ચોકી પહેરો કરતા બે ચોકીદારો ને દિગ્વીજય અને ડોબરીયા એ પાછળથી મસ્તક પર પ્રહાર કરી બેભાન બનાવી દિધા. બંગલાનો દરવાજો ખોલી સૌ કોઇ વિશાળ દિવાનખંડ માં પ્રવેશ્યા. ૬-૭ બેડરૂમ ના અતિભવ્ય , ફુલ ફર્નીશ બંગલાના દરેક બેડરૂમ ચેક કરતા કરતા એક બેડરૂમ બંધ જણાયો! દિગ્વીજય તુરંત જ ત્યા પહોંચી પહાડી અવાજ સાથે દરવાજે ટકોર કરી . નિદ્રાધીન યશપાલની આંખો ખુલી…દરવાજા પર જોર જોર થી દસ્તક ગુંજી ઉઠી આથી ચિંતીત થઈ અત્યારે કોણ હશે એવું વિચારી દરવાજો ખોલ્યો. સામે જ કદાવર દિગ્વીજયને જોઇ એની નિંદર ગાયબ થઈ ગઈ. દિગ્વીજયે કડકાઇથી કહ્યુ “ યશપાલ …યુ આર અન્ડર અરેસ્ટ” યશપાલે સ્વસ્થ થઈ જવાબ આપ્યો “ મેં શું કર્યુ ? “ દિગ્વીજયે પહાડી અવાજ માં સ્મિત સાથે કહ્યુ “ અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલો બધી ખબર પડી જશે.

સવાર ના ચાર થવા આવ્યા હતા . દિગ્વીજયના ચહેરા પર નિંદરનું કોઇ નામો નિશાન નહોતું. ઓફીસની રિવોલ્વીંગ ચેઈર પર બેઠાબેઠા એણે સામે બેઠેલ યશપાલ તરફ તિરસ્કૃત નજર નાંખી. યશપાલ પણ એક પાકટ , ધીરગંભીર મુદ્રામાં જાણે કશું જ ના બન્યું હોય તેમ દિગ્વીજયને સામો સવાલ કર્યો “ ઇન્સપેક્ટર, તમે આટલી મોડી રાત્રે મને અહિ શા માટે લાવ્યા ? “ ગુસ્સાથી લાલચોળ થઈ દિગ્વીજયે ટેબલ પર કાગળોનો બંચ બતાવતા તાડુક્યો “ યશપાલ સકસેના…માં બાપનું નાનપણમાં મરણ…બાળપણ ઉછેર્યુ અનાથાશ્રમમાં…વિરેન્દ્ર સકસેના નામનાં એક પ્રોઢ નિ સંતાન સજ્જને દતક લીધા…તેમણે તેમનું નામ આપ્યું … કોલેજમાં જી.એસ…… જી.એસ. થી મ્યુનિસીપલ ચુંટણી માં કોર્પોરેટર …કોર્પોરેટરથી એમ.એલ.એ. …… એમ.એલ.એ. થી મંત્રી … તથા બધા જ તમારા ગોરખધંધા આ બંચ માં નોજુદ છે. યશપાલે પોતાની આખી કુંડલી દિગ્વીજય ના મુખે સાંભળ્યા બાદ હકોબકો થઈ ગયો! એમના કાપળ પરની કરચલીમાં પરસેવો ઉભરાયો! તેના મોંઢા પર ચિંતાના ભાવ સ્પષ્ટ જોઇ શકાતા હતા. આ જોઇ દિગ્વીજયે તેમની રોજીંદી ગુન્હેગારીઅની પુછતાછ પ્રમાણે સામે ગુજરાત રાજ્યના કોઇ મંત્રી છે એવી પરવા વગર જ ટેબલ પર હાથ પછાડી ઉભો થઈ યશપાલની આંખમાં આંખ પરોવી પોતાની અવિરત તીંખી વાણીનો પ્રવાહ પાછો શરૂ કર્યો “ યશપાલ સકસેના…જે માણસ ગુજરાત ના મંત્રીનું છુંપાવાનું સ્થાન કાચી સેકંડમાં શોધી શકતો હોય એને અહી આટલી રાત્રે અહી બેસાડી શકતો હોય તેની પાસે બધા પુરાવા હોય જ . તમારા મનમાં સૌથી પહેલા ઉદભવતા પ્રશ્નનું હું નિરાકરણ કરૂ..તમને થતું હશે ને કે મે તમારા છુપાવેલ સ્થાન ની ભાળ કેમ મેળવી? “ યશપાલ આભો બની જોઇ રહ્યો , કઈ જ ના બોલી શક્યો એટલે દિગ્વીજયે જ કહ્યુ “ અવની સાથે વાત કર્યા બાદ તથા સચીનની કડક પૃછા બાદ મને જાણવા મળ્યું કે તમારા બાળગોઠીયા ચતુર પટેલ સાથે તમારે ધનિષ્ઠ સંબંધ છે. મેં ઇન્ટરપોલ દ્વારા પટેલના કોલ ટ્રેસ કરાવી તેના ફોનમાં ઇન્ડિયાથી આવતા છેલ્લા અઠવાડીયાના કોલની માહીતી એકત્રીત કરી. ઇન્ડીયાના બધા નંબર કોના નામે છે , એડ્રેસ, અને લોકેશનો ટ્રેસ કરતા હું તમારા સુધી પહોચી ગયો., હવે તમારા બધા જ ગુન્હા કબુલી આ કાગળ પર લખી સંમતી બતાવી દ્યો” દિગ્વીજયે કાગળ અને પેન યશપાલ તરફ સરકાવ્યા. ચેઇર પર બેઠો , થોડો શ્વાસ લઈ ટેબલ પરનાં ગ્લાસમાંથી પાણી પીધું . હવે યશપાલનો ચહેરો સાવ નિસ્તેજ અને ફિક્કો જણાતો હતો!! યશપાલે પોતાની અદબવાળી દિગ્વીજયની આંખ સામે આંખ ન મિલાવી શક્યો. દિગ્વીજયે એમની રૂઆબદાર અવાજમાં જ બરાડ્યો “ મને ખ્યાલ છે ગુજરાત માં તમારી સરકાર છે અને જે વિરોધપક્ષ અહી છે તેની સરકાર કેન્દ્રમાં એટલે તમે અને તમારા સાશિત પક્ષનાં ધારાશભ્યો, મંત્રી, સી.એમ. અને ટેકેદારો આજની આ પુછતાછ પછી મારા પર હલ્લો બોલાવશો…ધરણા કરશો ..દિલ્હી સુધી અવાજ પહોચાડશો….એવું પણ તમારાથી થઈ શકે તેમ નથી. અવની સાથે કામલીલાના સ્ટીંગ ઓપરેશન બાદ મિડીયા તમારી વિરોધમાં થઈ ગઈ છે. મેં મારા ઘણા મિડીયાના મિત્રોને તમારા વિરૂધ્ધ તમામ પુરાવા અનઓફિશીઅલ આપી જ દીધા છે! એટલે જો તમે આવું કઈ કરવાના પ્રયાસ કરશો તો એ બધા પુરાવા ન્યુઝપેપર અને ટેલિવીઝન વાટે રજુ કરાવી દઈશ. તમને પણ ખુલ્લા પાડશે અને તમારા પક્ષને પણ. ત્યારબાદ પક્ષ પણ તમારો સપોર્ટ માં કિનારો કરશે…એટલે તમારી પાસે એક જ વિકલ્પ છે સી.બી.આઇ. ને સપોર્ટ કરવાનો..તમારા બધા ગુન્હા કબુલ કરવાના, તો જ કઈક તમારી સજા ઓછી થઈ શકશે.”

યશપાલનું માથું ચકરાવે ચડ્યું , નિંદરના લીધે તે વધું થાકી ગયો હતો. દિગ્વીજયને તેણે ધાર્યા કરતા વધુ ચતુર જોઇ એ હતાશ થઈ ગયો. કઈક વિચારમગ્ન અવસ્થામાં એ દિગ્વીજય સામે બેઠો હતો. હવે એની પાસે બચવાનો કોઇ રસ્તો નહોતો. દિગ્વીજયને ખ્યાલ આવી ગયો કે હવે યશપાલ બધુ કહી દેવાની તૈયારીમાં છે તો પણ એણે યશપાલ પર ભીંસ વધારતા એના ચહેરા સામે રોષથી જોઇ ફરી પાછુ બોલવાનું શરૂ કર્યુ “ રાહુલ અમારા સિકંજામાં છે. સચીન પર અમારી નજર છે. ગુરૂજીને પણ અમે જલ્દી થી પકડી લઇશું. ચતુર પટેલ ઇન્ટપોલના કબ્જામાં છે. અવની પણ તમારા વિરોધ સ્ટેટમેન્ટ આપવા રાજી થઈ ચુંકી છે. વ્યોમા પણ સી.બી.આઇ. નો સપોર્ટ કરશે. વિષ્ણુ પણ ઝડપથી સાજો થઈ જવામાં હોય એ પણ તમારા વિરૂધ્ધ બયાન આપશે. અમીત દેસાઇ પણ ચડતા સુર્યને પુજે એવા હોય તમારી સતા અને પ્રતિષ્ઠા જતા તથા રોહનનો બદલો લેવા તમને ખુલ્લા પાડશે. હવે બચવા માટે તમારી પાસે કોઇ રસ્તો નથી એટલે હું જે કઈ પુંછુ અનો સાચો અને સ્પષ્ટ જવાબ આપવામાં જ તમારી ભલાઇ છે.

…માટે સુરજ ઉગે એ પહેલા તમારા અસ્ત થતા સુરજને લોકો જુવે અને સમાજમાં એક સ્વછંદા લોકસેવકની છાપ ભુંસાઇ જાય એ માટે તમારે આ કાગળો પર બધુ સ્વીકારવું જ રહ્યુ.

— જસ્મીન ભીમાણી

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

Leave a comment