“ક્થા કડી” એટલી ફેમસ થઇ ને “છાપે ચડી” છે કે હવે તેના વિષે કઈ ખાસ બોલવાનું રહેતું નથી. સાચું કહું તો આજથી ૩ મહિના પહેલા મેં “કથા કડી” ના એક પણ એપિસોડ વાંચ્યો નહતો. પણ ઓલ રાઉન્ડર નીવારોઝીન બહેનનો એક બીજા માધ્યમ માટે મારી પહેલી વાર્તા માટે કોન્ટેક્ટ થયો. પહેલી વાર્તા જ મારી છેલ્લી વાર્તા હશે તે મેં ત્યારે માનેલું હતું તેના ૨-૩ કારણો હતા. પણ એ વાત ફરી ક્યારેક. એ વાર્તા પછી નીવા બહેન નો મેસેજ આવ્યો, કથાકડી માટે લખશો? ક્થાકડી શું ચીજ છે એ ખ્યાલ ન હોવા છતાં મારો જવાબ હતો “મેમ, હું કોઈ લેખક નથી, માત્રમાત્ર આ સત્ય ઘટના વાર્તા રૂપે લખી છે, તમને લાગે છે કે હું કથા કડી માં લખી શકીશ?” એમણે કહ્યું “અમે મદદ કરીશું”
એમના જવાબમાં “અમે” વાંચીને થયું કે “અમે” એટલે? શું છે આ કથા કડી? ત્યારે મેં નીવાબેન ને કહ્યું “ઓકે, તમે હેલ્પ કરશો તો હું ટ્રાય કરીશ, કઈક શીખવા મળશે” અને પછી નીવા બેન પાસે બ્લોગ ડીટેલ મેળવી ક્થા કડી વાંચવા બેઠો. નીવાબેન ની એફ.બી પ્રોફાઈલ ખણખોદ કરતા વિવિધ અખબારો એ લીધેલી “ક્થાકડી”ની નોંધ વાંચી. પછી થયું આ તો સાલું બહુ પ્રસિદ્ધ છે. આમાં કેમ લખાય મારાથી? નર્વસ થયો..
થોડી હિમ્મત ભેગી કરી કથા કડી વાંચવા બેઠો.. ૨ રાત માં ૧ થી ૪૭ એપિસોડ પુરા કર્યા અને બધાય લેખકોની “પ્રસ્તાવના” ખાસ વાંચી, જેમાં ઉડીને આંખે વળગે એવી એક વાત કોમન હતી કે “આ કથા ના વધુ એપીસોડસ એવા લોકો એ લખી છે જે લખવાની ઈચ્છા ધરાવતા હતા, પણ સમય, સંજોગો કે યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે લખતા નહોતા” અને કેટલાય એવા પણ લેખક હતા જેમણે ક્થાકડી થી પોતાનો લેખન પ્રવાસ ચાલુ કર્યો અને પછી વણથંભ્યો રહ્યો. વાંચ્યું એટલે જાણ્યું કે આ કથા કડી આટલી સકસેસ કેમ ગઈ? આઈડીયા જ એટલો યુનિક હતો.. જોકે બધાય એપીસોડસ વાંચી વધુ નર્વસ થયો..
મારાભાગે અંત ભાગ તરફ જતી કથાનો એક એપિસોડ હતો એટલે મારે જવાબદારીસહ પ્લોટ ને મુકામે પહોચાડવાનો હતો. એ માટે મદદમાં આવ્યા “માસ્ટર બ્લાસ્ટર” માસ્તર અશ્વિન ભાઈ. જયારે જયારે જરૂર પડી, એમને મેસેજ કર્યો અને તરતજ એમનો રીપ્લાય મળતો.
ટીમ કેવી ધરખમ છે ક્થાકડી ની? ક્યારેય તમારી ભૂલો ને ભૂલ તરીકે ના મુલવે ફક્ત જરૂરી સૂચનો કરે. અને પાછા છેલ્લે કહે પણ ખરા કે “યથેછ્સી તથા કુરુ”
નીવા બહેન, અશ્વિન’દા, અજય ભાઈ, જહાનવી બહેન અને પુરી ક્થાકડી ટીમ નો દિલ થી આભાર. ખાસ કરી મને ક્થાકડી મારફત સારા ગાઈડસ તેમજ મિત્રો મળ્યા છે જેથી “કથા કડી” નો હું સદાય ને માટે આભારી રહીશ.

315827_2610215851726_431961903_n

ક્થાકડી : ૪૯

વિષ્ણુ હવે સાચા પ્રેમનો અર્થ સમજી ચુક્યો હતો, તે સ્નેહા-રોહનની માફી તો પત્ર દ્વારા માંગી ચુક્યો હતો પણ હવે તેને વ્યોમાની પણ માફી માંગવી હતી. તેને અનાથ-આશ્રમમાં મુકવામાં તેની મોમનો કોઈ દોષ ન હોવા છતાં તેણે તેને ખુબ નફરત કરી હતી, તેણે વ્યોમાને ફોન લગાવ્યો અને વ્યોમાનો અવાજ પારખતાં મોમ, આઈ એમ સોરીએટલું જ કહી, ખુબ રડયો.

જીવનમાં પહેલીવાર મોમશબ્દ સાંભળીને વ્યોમા જાણે મૂર્તિ બની ગઈ અને તેની આંખોમાંથી પણ હર્ષના અશ્રુઓ છલકાઈ ઉઠ્યા. પણ તે કઈ સમજી શકી નહી, માંનો જીવ માત્ર એટલું સમજતો હતો કે અત્યારે મારા વિષ્ણુને મારી જરૂર છે. થોડો સ્વસ્થ થઇ વિષ્ણુએ પોતાના કારનામાં, એકસીડન્ટ અને સ્નેહા-રાહુલની મદદ વિષે સવિસ્તર તેને વાત કરી, અને હું હવે કાયમ માટે તારી પાસે રહેવા આવું છુંતેવું કહ્યું ત્યારે તો વ્યોમાને પોતાના કાન પર વિશ્વાસ જ ના બેઠો.

જલ્દી આવીજા બેટાએટલુજ તે બોલી શકી. બન્ને એકબીજાને વળગી રડી લેવા પોતપોતાનું હ્રદય ખોલી લેવા ખુબજ આતુર હતા. પરંતુ વિષ્ણુને હજુ એક કામ પતાવવું હતું જે માટે તેણે પોતાના સામાનનું પેકિંગ ચાલુ કરતા પહેલા ફરી એક નમ્બર જોડ્યો….

*****************
સંયોગનો બર્થ-ડે આવી રહ્યો હોવાથી અને તેને સરપ્રાઈઝ પાર્ટી આપવાની હોવાથી હમણાં સપના-સ્નેહા લગભગ દરરોજ થોડી થોડી શોપીંગ કરવા બહાર જતા, દવાના ડોઝને કારણે સંયોગને આરામની જરૂર પડતી જેનો લાભ લઇ બંન્ને લગભગ લંચ પછી જ શોપીંગ પર જતા.

સ્નેહાએ વિષ્ણુનો પત્ર મોમ-પાપાને વંચાવી દીધેલ હોવાથી હવે તેઓ વિષ્ણુ પ્રત્યેના કોઈપણ ખતરાથી નિશ્ચિંત થયા હતા. અને લાંબાગાળા બાદ બધું સુખરૂપ થતું હોવાથી ત્રણેય ખુશ રહેતા. પરંતુ કહેવાય છે ને કે ખુશી ઝાઝી ટકતી નથી હોતી

********************
યસ બોસ,વિષ્ણુનો ફોન રીસીવ કરતી વખતે હીરો હમેશા આ બે શબ્દોજ બોલતો.
હીરા, આજે સાંજે તેને છોડી મુક.
શું?  બોસ, આ શું વાત કરો છો?  આ સોનાની લગડી ને એમજ જવા દઈએ?” હીરો કઈ સમજી શક્યો નહિ.
હા હીરા, આ મારો ઓર્ડર છે, તું તેને છોડી મુક તને તારો હિસ્સો મળી જશે”, હીરો ગુસ્સે થતો હતો પણ વિષ્ણુ સામે કઈ બોલી શકે તેમ ન હતો. આટલા દિવસ ની મહેનત, આટલા દિવસની ચાકરી, માવજત બધું કરીને મહેમાન ની જેમ છોડી મુકવાની??
અને હા હીરા, સાંજે તું જ તેને તેના ઘર સુધી મૂકી આવજે, જોજે કોઈ ચૂક ના થાયઆટલું કહી તેણે ફોન કટ કરી નાખ્યો અને અવનીને મુક્ત કરવાના ઓર્ડર પછી કોઈ કામ બાકી રહેતું નથી તેથી પોંડીચેરી શાંતિથી જઈ શકશે, તે વિચારી તે થોડો ખુશ તો થયો, પણ હજુ એક કામ તેની તકદીરમાં લખાયેલું હતું જે તેને આ શહેરમાં રોકવાનું હતું અને તે જ વાત કદાચ તેનું ભવિષ્ય બદલવાનું હતું તે વાતથી તે ખુદ બેખબર હતો.

********************
ગુરુજીના આશ્રમમાં આજે અજંપાભરી શાંતિ હતી. આખો પ્લાન નક્કી હોવા છતાં અનુકુળ સંજોગો ન મળી શકવાને કારણે બોમ્બ મુકવાનો પ્લાન સફળ જતો નહોતો.
હવે સંયોગના જન્મદિવસ આડે માત્ર ૨ દિવસ હોવાથી યશપાલ અને રાહુલ અધીરા થયા હતા એમણે પોતાનો એક પ્લાન બનાવ્યો જે વિષે ગુરુજી પણ અજાણ હતા, અને એ બંને પણ અજાણ હતા એ વાતથી કે કે તે લોકોનો પ્લાન કોઈ ત્રીજી જ વ્યક્તિ પણ સાંભળતી હતી
.
આ ગુરુજીને આપણા કામમાં રસ હોય તેવું મને લાગતું નથી, મને લાગે છે મારે હવે મારા પ્યાદા કામે લગાવવાજ પડશેયશપાલ ગુસ્સામાં લાગતો હતો.
પરંતુ મને લાગે છે આપણે થોડી હજુ રાહ જોવી જોઈએ, ગુરુજી એ આપણી પાસેથી અડધા રૂપિયા પડાવ્યા છે તો કામ તો એ કરશે જ.સમયની થપાટોથી થોડા ઠરેલ બનેલ રાહુલે કહ્યું.
પણ ક્યારે? જો કામ પતાવવાનું હોત તો આટલા દિવસમાં પતી ગયું હોત રાહુલ..! હવે સાંભળ, ગુરુજીને એમની રીતે કામ કરવા દે, હું એક બાહોશ કિલરને સુપારી આપી દઉં છું, કે કોઈ પણ સંજોગોમાં આજે સાંજે સપના-સ્નેહા તેમના ઘરે પાછા પહોચવા જોઈએ નહિ.
આ સાંભળતા જ
પેલી ત્રીજી વ્યક્તિ ત્યાંથી કોઈને ખ્યાલ ના આવે તેમ નીકળી ગઈ અને પોતાના ફોનમાં તેણે તરત એક નમ્બર ડાયલ કર્યો.

તો બીજી બાજુ ગુરુજીએ આજ બપોરનું મુરતસારું છે એવો સાંકેતિક મેસેજ સ્વામી પરમપ્રકાશ દ્વારા શહેરમાં રહેતા પોતાના બીજા ચેલાસુધી પહોચાડી દીધો હતો. નાળીયેર વધેરાય તો પરમપ્રકાશના નામે જ વધેરાય તેની તકેદારી ગુરુજી હમેશ રાખતા.  આમ આજે જ ઓપરેશન લહુ મુંહ લગ ગયાનો દિવસ આવી ચુક્યો હતો.

**************


પ્લાન બન્યાના આટલા દિવસો પછી પણ કોઈ એક્શન ન થતા દિગ્વિજયસિંહની અધીરાઈનો પણ હવે અંત આવતો હતો. એક્ચોટ તો તેને મન થયું કે આશ્રમ જઈ ગુરુજીને પકડીને બધું કબુલ કરાવી લેવું. પરંતુ ખંધા ગુરુજી અને ચપળ રાજકારણીને જો સબુત વિના પકડીએ તો કાયદાની ઐસી તૈસી કરીને તેવા લોકો આરામથી નિર્દોષ છુટી શકે, અને ગુરુજીના ફોલોઅર્સની સંખ્યા જોતા પણ સબુત વિના એમને અડવું એટલે ભારતભરમાં આગ ચાંપવા બરાબર હતું. એટલા માટે જ તેણે સિવિલ ડ્રેસમાં તેના બે બાહોશ ઓફિસર્સને સપના અને સ્નેહાના પડછાયાની જેમ રાખ્યા હતા. જેવો કાલીચરણનો મેસેજ મળતો કે સપના-સ્નેહા ઘરની બહાર નીકળવા તૈયાર થાય છે, કે તરત તેઓ એક્શનમાં આવી જતા….

*******


વિષ્ણુ, સ્નેહાની યાદોથી દુર પોંડીચેરી જવા માટેનું પેકિંગ કરતો હતો. જે શહેર છોડીને જવાની ક્યારેય તેણે કલ્પના પણ નહોતી કરી આજે એ જ શહેર છોડીને તેને દુર ભાગી જવું હતું. આ ગલી, આ શહેરથી બને તેટલો દુર જવા તે ઉતાવળો થયો હતો. તે જેટલો પ્રયાસ કરતો સ્નેહાની યાદોને મન-મગજમાંથી ધકેલવા તેટલીજ તેની યાદ તીવ્ર બનતી જતી હતી, અને તેની જાણ બહાર જ ઘણીવાર તેની પાંપણ ભીની થઇ જતી. માત્ર એક જ સ્ત્રીને તેણે ખુબ પ્રેમ કર્યો હતો.

જે સ્ત્રીની સાથે આખું જીવન વિતાવવાની તેણે કલ્પના કરી હતી, આજે એજ સ્ત્રીને પોતાના જીવનમાંથી અલવિદા કહી તેનાથી દુર ચાલ્યા જવું હતું. તે જાણે રીમોટ સંચાલિત રોબોટ હોય તે રીતે પેકિંગ કરે જતો હતો, તેની તંદ્રા ત્યારે જ તૂટી જયારે તેનો મોબાઈલ રણકયો. કોઈ પણ ફોન ઉપાડવાની ઈચ્છા ના હોવા છતાં તેને તે ફોન ઉપાડ્યો.

સામેથી વ્યોમાનો અવાજ સંભળાયો. વ્યોમા, વિષ્ણુના માનસ પરિવર્તન અને તેના પોંડીચેરી આવવાના ખુશખબર જયારે રાહુલને આપવા ગઈ, ત્યારે તેણે યશપાલ અને રાહુલનો આખો પ્લાન સાંભળી લીધો. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ જયારે તેણે જાણ્યું કે આટલું બન્યા પછી પણ રાહુલ ફરી એ જ માર્ગ તરફ પાછો ફર્યો છે.  થોડીવાર પહેલા થયેલી ખુશી તેની માટે ક્ષણભંગુર સાબિત થઇ હતી.

તેણે ઉતાવળમાં બધી વાત વિષ્ણુને કર્યા બાદ કહ્યું- બેટા, ગુરુજીનો શું પ્લાન છે એ હું જાણતી નથી, પણ આ લોકો આજે જ સપના અને સ્નેહાનું મર્ડર કરવાનો પ્લાન બનાવી ચુક્યા છે. તારે કોઈ પણ રીતે આ પ્લાનને સફળ થતા અટકાવવો જોઈએ.”  

આટલું સાંભળી વિષ્ણુએ તરત ફોન કાપ્યો અને સપનાને ચેતવવા ફોન કર્યો, પરંતુ તે કનેક્ટ થતો ન હતો. તેણે તરત તેના લેન્ડ લાઈન પર કોલ કર્યો તો કાલીચરણે સમાચાર આપ્યા કે સ્નેહા અને સપના શોપીંગ મોલ માટે થોડીવાર પહેલાજ નીકળી ગયા. આટલું સાંભળી વિષ્ણુ મારતી બાઈકે મોલ બાજુ નીકળી ગયો.

********


હવે ખેલ શરુ થઇ ચુક્યો હતો. પ્યાદા ગોઠવાઈ ચુક્યા હતા, આદેશો છુટી ચુક્યા હતા. ગુરુજીના કહેવાતા ચેલાઓ”, દિગ્વિજયસિંહના ઓફિસર્સ, યશપાલનો સુપારી-કિલર, બધાય પોતપોતાની તૈયારીમાં લાગી ચૂક્યા હતા. દિગ્વિજયસિંહને પ્રકાશલાલ તરફથી સમાચાર મળી ચુક્યા હતા કે કયામતની ઘડી આવી ચુકી છે. હવે ગુરુજી અને તેના આશ્રમની અસલી લીલા દુનિયા સમક્ષ આવવાની હતી. એક નાનકડા લાગતા કેસની તપાસ તેને આટલો દુર લઇ જશે અને તેમાં આટલા મોટા માથાઓ સુધી પગેરું પહોંચી જશે એ દિગ્વિજયસિહે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું.
તેને નાનપણથી રિસ્ક લેવામાં ખુબ આનંદ આવતો અને આજે પણ તે ઘણે અંશે ખુશ હતો અને એક્શનની રાહ જોઈ રહ્યો હતો
, સામે તેને તેણે લીધેલા નિર્ણય પર થોડો ડર પણ હતો, કેમ કે ગુનેગારોને રંગે હાથ પકડવા માટે તેણે વધુ પડતું રિસ્ક લીધું હતું. તેણે બોમ્બ સ્કવોડને પણ નજીકના મોલમાં હાજર રહેવાનું અને આદેશ આપવામાં આવતા તરત લોકેશન પર હાજર થવાનું ફરમાન આપી દીધેલું, પણ જો બોમ્બનું લોકેશન શોધવામાં કે તેને ડીફ્યુઝ કરવામાં સમય લાગી જાય તો સપના-સ્નેહા સાથે બીજી ઘણી નિર્દોષ વ્યક્તિઓ પણ જાન ગુમાવી શકે તેમ હતું.
આજે તે ખુદ પેલા બે ઓફિસર્સ સાથે મોલની સામેના ગલ્લે આવી ચુક્યો હતો અને ચાયની ચૂસકી લેતા તેની ચકોર નજર ચારેકોર ફેરવતો હતો. છેલ્લા કોલમાં તેને એક રાહતના સમાચાર પ્રકાશલાલ તરફથી જાણવા મળ્યા કે બોમ્બ સપનાની ગાડીમાં જ ગોઠવવામાં આવશે, જેથી તે લોકો અચૂક નિશાન બની શકે.

***************


સપના ગાડી પાર્ક કરી નીચે ઉતરી, આજે શોપીંગ લીસ્ટ બહુ લાંબુ ન હતું તેથી બંનેનું પ્લાનિગ હતું કે વહેલું શોપીંગ પતાવી મહેમાનોનું લીસ્ટ બનાવવા વહેલા ઘરે પહોંચી જાય. આ બાજુ પાર્કિંગ થયેલી કાર પર ઘણી નજરો ફરી રહી હતી જે વિષે સપના-સ્નેહા અજાણ હતા. તેમાની એક નજર સામેની બહુમાળી હોટલ પરની અગાસી પરથી પણ પડી રહી હતી કે જેના વિષે ખુદ દિગ્વિજય બેખબર હતો.
બપોરનો સમય હોવાથી પાર્કિંગમાં પણ ભીડ ખુબ ઓછી હતી
, મોલમાં પણ ચહલપહલ ઓછી હતી. પાર્કિંગને પાંચેક મિનીટ થઇ ગઈ હતી અને સપના સ્નેહા પણ મોલમાં અંદર પહોંચી ચુક્યા હોવા છતાં કોઈ હલચલ થઇ નહોતી. તે જોઈને હવે દિગ્વિજયને પોતાના ઓફિસર પ્રકાશલાલની માહિતી પર જ શંકા ગઈ.
ત્યાજ થોડે દુર બે બુરખાધારી મહિલાઓ વિચિત્ર અને ઉતાવળી ચાલથી રસ્તો ક્રોસ કરતા નજરે પડી. તેમના હાથમાં એક હેન્ડ બેગ હતી. તે લોકોની ઉતાવળી ચાલ, પગરખા અને હાથ જોતા દિગ્વિજયને સમજતા વાર ન લાગી, કે જેના માટે લાલ જાજમ પાથરીને બેઠા છે તે મહેમાનો આવી ગયા છે.
તે અને તેના બંને ઓફિસર્સ અલગ અલગ ત્રણ દિશાએથી જાણે કે લટાર મારવા નીકળ્યા હોય તે રીતે બેફીકર થઇ ને ધીરે ધીરે ગાડીની નજીક
ગયા. એક બુરખાધારીએ પોતાની કારીગરીથી સિફત-પૂર્વક ગાડીનો એક દરવાજો ખોલ્યો અને તેનો સાગરિત હજુ હેન્ડ બેગ સીટ નીચે છુપાવવા જાય, તે પહેલાજ દિગ્વિજયે તેને દબોચી લીધો.
એ જોઈને આંચકો પામેલો તેનો સાથી નાસ્યો પણ તેને સામેથી આવતા ઓફિસરે આસાનીથી દબોચી લીધો. બંને સમજી ચુક્યા હતા કે તેમની પાસે શરણમાં પડ્યા સિવાય કોઈ ઉપાય નથી, અને તેમના ગુરુના પણ
ગુરુના શરણે તેઓ આવી ગયા હતા.


આ બધી ધમાચકડી સાંભળીને ત્યાં થોડી ભીડ જમા થઇ, બોમ્બ તો ડીફ્યુઝ થઇ ચુક્યો હતો, સપના અને સ્નેહા પણ ત્યાં આવીને શું બની રહ્યું છે એ સમજવાની કોશિશ કરી રહ્યા હતા. આ ભીડ જોઇને હોટેલની અગાસી પર નિશાન લઇ બેઠેલો શાર્પ શુટર થોડો ખચકાયો.
આ બધું તેની માટે પણ આંચકારૂપ હતું. તો ય પોતાના શિકારને જોઈ ફરી સ્વસ્થ થઇ નિશાન લેવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ સપના-સ્નેહા દિગ્વિજયથી વાત કરતા હોવાથી પેલાનું નિશાન ફરી ફરીને દિગ્વિજય પર આવી જતું હતું. દિગ્વિજયે ટૂંકમાં બધી વિગતો સપના-સ્નેહાને જણાવી, તે લોકો આવડું મોટું કાંડ તેમના વિરુદ્ધ થાય અને તેમાં યશપાલ પણ સામેલ હોય તે માનવા તૈયાર નહોતા.
આ બાજુ પોતાનું કામ લંબાતા હવે શુટર બરાબર ગીન્નાયો હતો
, હજુ સુધી તેને ઉપર આવતા કે નિશાન તાકતા કોઈએ જોયો ન હતો, પણ જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેના માટે ખતરો વધતો જતો હતો. હવે તેણે નિશાન લેવાનું નક્કી કરી લીધું હતું. તેણે હવે પોતાનો શ્વાસ રોક્યો, અને ઠંડા ટ્રીગર પર હાથ ફેરવ્યો. ગરમી અને નર્વસનેસને કારણે તેના કપાળ પરના પ્રસ્વેદબિંદુઓ હવે ફેલાઈ રહ્યા હતા.

તેણે સ્નેહાના હ્રદયનું બરાબર નિશાન લીધું અને ટ્રીગર દબાવી દીધું. કશા પણ અવાજ વિના સાઈલેન્સરમાંથી ગોળી છુટી. પોતાના બીજા શિકાર માટે શૂટર તૈયાર થાય તે પહેલાજ

સ્નેહાને અચાનક કોઈનો ધક્કો લાગ્યો અને એ જમીન પર ફસકી પડી. અને તરત જ તેને ધક્કો મારનાર વ્યક્તિ તેની વિરુદ્ધ બાજુએ ફેંકાયો. લોહીના ફુવારા ઉડ્યા. સપનાએ પાછુ ફરી જોતા તે રાડ પાડી ઉઠી, “વિષ્ણુ……”


પહેલું નિશાન ચુકી જવાથી અને ભાગદોડ થઇ જવાથી હવે બીજી વાર નિશાન લેવું શુટર માટે ઈમ્પોસીબલ હતું. તેથી તેણે હવે અહીંથી ભાગવું જ મુનાસીબ માન્યું. જે દિશામાંથી ગોળી છુટી હતી તે દિશામાં દિગ્વિજય અને તેના માણસો તરત નીકળી ચુક્યા હતા, છતાં આંખ સામે ઘણા સ્કાયસ્ક્રેપર્સ હોવાથી સચોટ લોકેશન ગોતવામાં થોડો સમય લાગી ગયો. અને જયારે લોકેશન મળ્યું ત્યારે સિગારેટના ઠુંઠા સિવાય કશુ જ હાથ ન લાગ્યું. યશપાલનો બાહોશ શાર્પ-શુટર પોલીસને ચકમો આપવામાં ઉસ્તાદ હતો અને આજે પણ તે સફળ જ  નીવડ્યો હતો.

****************

આ તે શું કર્યું વિષ્ણુ? શા માટે?” સ્નેહા આંખોમા આંસુ સાથે પોતાના તારણહારને જોઈ રહી હતી. જે વ્યક્તિ થોડા દિવસ પહેલા પોતાના જીવની પાછળ પડ્યો હતો આજે તેણે જ તેનો જીવ બચાવ્યો હતો. સપના તરત એમ્બુલન્સને ફોન કરવા પર્સમાંથી પોતાનો મોબાઈલ લેવા ગાડી તરફ દોડી. સ્નેહા રડી રહી હતી, જયારે વિષ્ણુ અપાર દર્દમાં પણ મુસ્કુરાતો હતો-
સ્નેહા, તે મને પ્રેમ શું છે તે શીખવાડ્યું છે, પ્રેમનો સાચો મતલબ શીખવાડ્યો છે. તે જ મને શીખવ્યું છે કે પ્રેમનો અસલી મતલબ જ બલીદાન છે. તને જોઈને હું ગાંડો થયો હતો. તારા સિવાય કોઈજ દેખાતું ન હતું, તને એટલી તીવ્રતાથી પ્રેમ કર્યો કે તું શું વિચારે છે, તને શું ગમે છે એ મેં જાણવાની કોશિશ પણ ના કરી, અરે, મારા પ્રેમને જ હું ખતમ કરવા સુધીનો અધમ થયો. હું તારા કે કોઈના પ્રેમને લાયક જ નથી, સ્નેહા….”

આટલું બોલી તેના મુખમાંથી એક સિસકારી નીકળી. તેને બોલવામાં બહુ તકલીફ પડી રહી હતી, એક એક વાક્ય માંડ નીકળી રહ્યું હતું છતાં તેને આજે બોલવું જ હતું. સ્નેહા ફક્ત રડી રહી હતી, તેને આ બધું શું બની ગયું તે હજુ સમજાતું ન હતું.
વિષ્ણુનો શ્વાસ ફૂલી રહ્યો હતો. ફેફસામાં હાંફ હતી પણ હૈયે હામ હતી
, ને તેનાં હોઠ પર સતત એક મુસ્કાન હતી. એવી મુસ્કાન, કે જેમાં એક વિશ્વાસ છલકી રહ્યો હતો..એવી મુસ્કાન કે જે સ્નેહાના મનમાં મૂંઝવણેય પેદા કરી રહી હતી, અને એક આશા પણ.
કોણ જાણે કેમ, પણ ઊંડે ઊંડે તેનાં મનમાં એક વિશ્વાસ રમતો હતો હતો
, કે ગજબનું મનોબળ ધરાવતો, પોલાદી જીસ્મનો માલિક એવો આ ભડવીર..આવી એક તો શું, એકોતેર ગોળીઓને પણ નાકામ બનાવી શકે તેવો નક્કર છે.
પણ વિષ્ણુની હાંફ વધતી જતી હતી. પોતાને આગળ હજુ ઘણું બોલવાનું બાકી એટલે તેની પહેલા જેટલા શ્વાસ લઇ શકાય તેટલા લઇ લેવાની વેતરણમાં તે હતો, કદાચ.

 આખરે પોતાનાં ફેફસામાં પુરતો પ્રાણવાયુ એકઠો કરીને વિષ્ણુએ એક સ્નેહભરી નજર સ્નેહા પર નાખી-સ્નેહા, હું ક્યારેય આસ્તિક હતો નહિ,ભગવાનના નામમાત્રથી પણ મને ચીડ હતી. તેમણે ક્યારેય મને ન્યાય કર્યો જ નથી. પણ હા, આજની એક ક્ષણ તેણે મને એવી આપી છે, કે તેના દરેક અન્યાય મને કબુલ છે. તારા હ્રદયમાં મારું નામ લખવું તેને મંજુર નથી, મને ખબર છે. પણ તારા હ્રદય માટે લખેલી ગોળી પર મારું નામ લખીને તેણે હિસાબ સરભર કરી નાખ્યો, એ મારા ઉપર તેનો ઉપકાર.. ને એ જ તેનો સાચો ન્યાય. તેની સમક્ષ જતા પહેલા તેની સામેની મારી બધી જ બધી ફરિયાદ તેણે દુર કરી નાખી, તે માટે હું તેનો જેટલો પાડ માનું તેટલો ઓછો છે. સ્નેહા, તેણે તારી બાંહોમાં મને આટલું સરસ મોત આપ્યું, તે જ મારા માટે એક ખુબ મોટું પારિતોષિક ગણાય. એક એવી ખુબસુરત ભેટ, કે જે ભાગ્યે જ કોઈ પ્રેમીને પ્રાપ્ત થતી હોય છે, સ્નેહા. આઈ એમ લકી.. આઈ એમ સો લકી..
નહી વિષ્ણુ, આવું નહી બોલ પ્લીઝ..!  તને કઈ જ નહીં થાય એન્ડ આઈ એમ સ્યોર અબાઉટ ધેટ. વિષ્ણુ, પ્લીઝ આંખો બંધ ન કરતો. ટ્રાઇ ટુ સ્ટે અવેક, બટ ડોન્ટ સ્ટરેઇન યોરસેલ્ફ. એમ્બુલન્સ હમણાં આવતી હશે વિષ્ણુ. તને કંઈ જ નહીં થાય..કંઈ જ નહીં થાય તને વિષ્ણુ..!કહેતા કહેતા સ્નેહાનાં હૈયામાં જાણે વ્હાલનું વાવાઝોડું ઉઠ્યું, ને તેણે લોહોલુહાણ વિષ્ણુને પોતાની છાતી સરસો ચાંપી દીધો.

 

— નિમિષ વોરા

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. Ashwin Majithia કહે છે:

    vaah.. nimishbhai its a lovely episode..quite eventful too.
    Vishnu’s last moments described effectively skilfully.
    i’m glad u decided to write in kathakadi bcoz that has now become the reason for our new friendship too.
    stay with us nimishbhai..always..!!!

    Liked by 1 person

Leave a comment