10012679_653125078086797_3632119620082696887_o

મારા બાળકો અમદાવાદમા જ્યા રહે છે તેના પહેલા માળે જૈન ઉપાશ્ર્ય છે.લગભગ બે મહિના પહેલા હુ ત્યા ગયી ત્યારે બેઝમેન્ટમા અચાનક એક અતિ પરિચિત ચહેરો સાધ્વીના વેષમા મળી ગયો…..મારી સાથે નજર મળતાજ તેમણે નજર ફેરવી લીધી, અને ચાલી ગયા.કદાચ તેણે મને ઓળખી ના પણ હોય તેમ વિચારીને હુ મારા જીવનમા પરોવાઈ ગયી..!!

હા…તે મારી કોલેજની ખાસ બહેનપણી ‘મીતા’ હતી.

ગયા વીકમા હુ અમદાવાદ ગયી ત્યારે મેં કોઇક એફબી મિત્રને મળવાની ઇચ્છા રાખી હતી,રુટીન કામ પરવારીને ફોન કરી તે મિત્રને મળવા બોલાવાનુ આમંત્રણ આપવા માટે મોબાઈલ હાથમા જ લીધો ત્યા ડોરબેલ વાગ્યો..

દરવાજો ખોલ્યો તો મારી સામે સાધ્વીના રુપમા મારી એ ખાસ સખી ઉભી હતી.તદ્દન ભાવશુન્ય ચહેરો અને લાગણીવિહિન આંખ્….તે આવીને પલાંઠી વાળીને ફ્લોર પર જ બેસી ગયી.થોડીકવાર આદ્યાત્મિક વાતો …મોક્ષની વાતો કરી…મારા બાળકોને પણ ધર્મ વિષે જ્ઞાન આપ્યુ…અને યંત્રવત ઉભી થઈને ચાલી ગયી.

પણ મને આખેઆખી હચમચાવી ગયી,શુ આ એજ મીતા હતી…જે ખજુરાહો ની મુર્તિ સમી સુંદર હતી??? જે સોફા પર કુદાકુદ કરતી અને કાયમ મારી દાદીના છણકા સાંભળતી હતી??આ એજ હતી જે પેલા જયંતના પ્રેમમા પાગલ હતી?? આખી કોલેજ આ કપલને ઝેરી ના નામથી ઓળખતુ હતુ.

એ સમયે આટલા ફોન્-મોબાઈલ ના હતા જેથી અમારુ કનેકશન મારા લગ્ન પછી કપાઈ ગયુ હતુ.લગ્ન પછી હુ મારી જીદગીમા મશગુલ બની ગયી,બધા જ દોસ્તો પાછળ જ છુટી ગયા હતા.

પણ આ તો મારી બહુજ ખાસ કહી શકાય તેવી દોસ્ત હતી…કશુક તો થયુ જ હશે કે જેથીતે સાધ્વી બની ગયી…મારામા તે વાત પુછવાની હિમ્મત જ નથી રહી…તે ડુબી રહી હશે ત્યારે સહારા માટે એક બુમ મારા નામની પણ પાડી જ હશે …ચોક્કસ પાડી હશે અને હુ મારામા મશગુલ રહી…ધત્ત્ત્…

કાશ્…દોસ્તીનુ ખુન કરવાની પણ સજા હોત તો મને મારા ગુનાની સજા મળી શકત્.

……………….

મારી અને મીતાની દોસ્તીની દાસ્તાન આગળ તમને બતાવી ચુકી છુ.મારા ઘણા બધા મિત્રો પણ મારી જેમજ જયંતનુ શુ થયુ તે જાણવા ઉત્સુક છે.હા….મારી જયંત માટેની શોધ ચાલુ હતી. જયંતના મિત્રને શોધી કાઢવામા હુ સફળ રહી.તેના મિત્ર અશોકને મેં મીતા વિશે બધી વાત કરી અને જયંત ક્યા છે અને શુ કરે છે તે પુછ્યુ..જવાબમા તેણે મને તેના ઘરનુ સરનામુ અને જયંતની દિકરીનો મોબાઈલ ન્ંબર આપી કહ્યુ હુ જાતે જ બધી તપાસ કરુ,તે મને કાઈ નહી કહે.

મેં જયંતની દિકરી શ્રીયાને ફોન કર્યો અને તેણે આપેલ સરનામે હુ તેને મળવા પહોચી ગયી.મને જયંતને મળવાની તાલાવેલી હતી પણ સામેની દિવાલ પર તેનો ફોટો અને સુખડના હારે મને આંચકો આપી દીધો.

શ્રીયા સાથેની વાતો લખતા પણ મારા હાથ ધ્રુજી રહ્યા છે.

મીતા તેના પરિવારથી વિરુધ્ધ જયંત સાથે ભાગીને લગ્ન કરી લેવામા સફળ રહી.પણ આ સફળતા કિસ્મતને મંજુર ના હતી.જયંતની મંમી સાથે તેને અવાર-નવાર અણબનાવ થતા રહેતા.જય્ંત તેની મા ને કશુ કહી શક્તો નહી જેથી મીતા ઘણી અપસેટ રહેતી અને જયંતની મંમી આ વાત જાણતી અને તેનો ભરપુર ફાયદો પણ ઉઠાવતી.

એકવાર આવી જ કોઇ મગજમારી ના લીધે જયંતે મીતા પર હાથ ઉઠાવી દીધો , અને તેની મંમીનુ વિજયી સ્મીત પ્રેગનન્ટ મીતા સહન ના કરી શકી.ગુસ્સામા બેકાબુ બનેલી મીતા એ કોઇ પડોશીની મદદ લઈને અબોર્શન કરાવી લીધુ.જયંત-મીતા વચ્ચે દરાર પડાવામા જયંતની મા સંપુર્ણ સફળ રહી.મીતાને આ મનમાની કરવા બદલ જયંતે ઘર છોડી દેવાનુ ફરમાન કર્યુ.મીતાના મા-બાપના ઘરના દરવાજા તો તેના માટે બંધ જ હતા.નિરાધાર મીતાને તેના ભગવાને આશરો આપ્યો અને ત્યાર પછી તે ક્યારેય જયંતને ના મળી.

આ બાજુ જયંતને તેના મા-બાપે બે જ મહિનાની અંદર ફરી પરણાવી દીધો.અઢી વર્ષના લગ્નજીવન દરમ્યાન તે મીતાને ભુલી જ ના શક્યો અને એકવાર ધંધાર્થે મુંબઈ ગયેલા જયંતે બોરીવલીના રેલ્વેટ્રેક પર પોતાની જીદગી ટુંકાવી દીધી.

પ્રેમ કહાનીનો આટલો કરૂણ અંજામ કોઇએ ભાગ્યે જ જોયો હશે…મેં મારા બે સારા મિત્રો ગુમાવી દીધા હતા જેની ખબર મને ૨૫ વર્ષે પડી…કેવી કમનસીબી…!!!

(આ એક સત્યઘટના છે મારા જીવનની…કોઇ વાર્તા નથી…)

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

Leave a comment