images (2)

ફોન પર વાતો….

ફોનની બેટરી લગભગ 3 વખત ઈશારો કરી ચૂકી હતી બેટરી લો હોવાનો, પણ આ તો નિખિલ અને સંજનાની વાતો હતી જે પૂરી થવાનું નામ જ નહોતી લેતી. ત્યાં જ નિખીલે પુછ્યું, “સંજુ એક વાત પૂછું? તું મને કેટલો પ્રેમ કરે છે?”

સંજના થોડીવાર મૂંઝાઇ અને નિખિલને પુછ્યું,”નિક આ તે કેવો સવાલ પૂછે છે તું?”

નિખિલ: “નહીં સંજુ પ્લીઝ જવાબ આપ ને…”

પછી થોડું વિચારીને સંજનાએ કહ્યું, “ચલ આજે કહી જ દઉ. હું તને તારાથી થોડો વધારે પ્રેમ કરું છું. હું તને એટલો પ્રેમ કરું છું કે આંખો બંધ હોય ત્યારે પણ તું જ દેખાય છે અને આંખો ખોલું ત્યારે સામે તને જ જોવા માંગુ છું.”

આ સાંભળીને નિખિલ સહેજ હસ્યો.

પછી સંજના એ કહ્યું, “નિક, હું તને એટલો પ્રેમ કરું છું કે રાત્રે 4 વાગ્યા સુધી તારી સાથે વાતો કર્યા પછી પણ જ્યારે હું સવારે 7 વાગે જાગું ત્યારે પણ હું જરાય કંટાળ્યા વિના હું તારી સાથે વાતો કરી શકું છું.”

નિખિલ હસ્યા વિના ના રહી શક્યો.

આગળ સંજના એ કહ્યું, “નિક, હું તને એટલો પ્રેમ કરું છું કે, આખી રાત હું તારી બાજુમાં જ સૂઈ ને આપણાં કોલેજ ટાઇમનાં રોમાન્સની જેમ ફોન પર વાતો કરી શકું છું. હું તને….”

આટલું બોલી ત્યાં જ સંજનાનાં ફોનની બેટરી ડેડ થઈ ગઈ.

અને નિખિલ અને સંજના એક બીજાની સામે જોઈ ને હસવા લાગ્યા.

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. Ashwin Majithia કહે છે:

    vaah.. this is a novel style of chatting.. !
    a sweet way to speak till death [of battery.. hahaha]
    good creation.. !!

    Like

Leave a comment