Untitled-3

નિરવનાં ઘરે પાર્ટી હતી. એમાં જવાનું જરા પણ મન નાં હતું છતાં પણ રાજ ત્યાં જવા તૈયાર થયો. જવું જ પડે કારણ કે જ્યારે તે એકલો હતો એ વખતે નિરવ જ તેનો સહારો હતો.

સરસ પાર્ટી ચાલી રહી હતી. બધા બેઠા હતા, ધીમું ધીમું સોફ્ટ મ્યુજિક વાગી રહ્યું હતું. ત્યાં જ નિરવએ કહ્યું, “અરે શાયર આપણી વચ્ચે ચ્હે અને મહફિલ આમ સુની રહે એ કેમ ચાલે, ચલ રાજ સંભળાવ તારી કોઈ જોરદાર શાયરી.”

રાજે પોતાનો કોલડ્રિંકનો ગ્લાસ બાજુમાં મૂક્યો અને બોલ્યો, “ક્યાં હૈ મેરી જિંદગી કી કહાની…
કભી ખુશ્ક આંખે તો કભી બહતા પાની…”

આટલું બોલ્યો ત્યાં જ નિરવે તેને અટકાવ્યો, “અરે શું યાર રાજ રોજ રોજ તેને યાદ કર્યા કરે છે… ભૂલી જા ને યાર એને… એ તારી કમજોરી બની ગઈ છે”

રાજ: “હા યાર, વાત તો સાચી…”
“કુછ હસરતે દિલમે અબ ભી અધૂરી હૈ
મોહબ્બત ચીઝ હી ઐસી હૈ જો ખુદા કી ભી કમઝોરી હૈ”

નિરવની હવે હદ આવી ગઈ હતી, તે કંટાળીને બોલ્યો, “રાજ, બસ બહુ થયું હવે. આવા દેવદાસ વેડા છોડીને ભૂલી જ હવે એને… એ તને પ્રેમ નથી કરતી… એ ભૂલી ચૂકી છે તને.”

રાજ: “હા દોસ્ત! એ વાત પણ બરાબર છે…”
“ચાહે લાખ શિકાયતે હો ઉનસે…
ચાહે લાખ શિકાયતે હો ઉનસે…લેકિન
વોહ જરા સ હાલ પૂછ લે…
હમ સબ ભૂલ જાતે હૈ…
સબ ભૂલ જાતે હૈ…”
આટલું બોલતા બોલતા તેની આંખો છલકાઈ ગઈ…

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. Ashwin Majithia કહે છે:

    દરેક શાયરીમાં શાયરની પીડા તેનું દર્દ છલકી આવે છે..
    short but sweet…!

    Like

Leave a comment