images (1)

રાતનાં 3 વાગ્યાનો સમય હતો. એકદમ શાંત વાતાવરણમાં અગાશી પર બેસીને નિકેત એક વાર્તા લખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.ક્યારનો નિકેત એ વાર્તાને પૂરી કરવા મથી રહ્યો હતો પણ કઈક હતું જે તેને રોકતું હતું. કઈક અધૂરું લાગતું હતું. આવી તો કેટલીયે વાર્તાઓ તે લખી ચૂક્યો હતો પણ આ વખતે કઈક અધૂરું હતું આ વાર્તામાં એવું તેને લાગતું હતું. બસ તે વિચારોમાં ખોવાઈને આકાશમાં તારાઓ જોતો બેઠો હતો.
અચાનક જ એ શાંતિને ભંગ કરતી તેના ફોનની મેસેજટોન વાગી અને કોઈક નો મેસેજ આવ્યો. થોડા ખચકાટ સાથે અનિચ્છાએ તેને એ મેસેજ જોયો. કોઈ અજાણ્યા નંબર પરથી હતો, “હાય!” થોડો ઇરિટેટ થયો અને ફોને બાજુ માં મૂકી પાછો તે વિચારવા લાગ્યો.

ફરી પાછો એ જ નંબર પરથી મેસેજ આવ્યો. “હેય! આઇ એમ બિગ ફેન ઓફ યોર્સ.” નિકેતે થોડા ઇરિટેશન સાથે તે મેસેજ વાંચ્યો અને ફોને બાજુમાં મૂકી ડેટા બબડ્યો, “અચ્છા, તો આવો અને આ સ્ટોરી ખાતાં કરી દો, લો.” અને ફરી પાછો એ જ વિચારોમાં ખોવાઈ ગયો.
થોડીવાર પછી ફરી મેસેજ આવ્યો. “મને ખબર છે કે તમે બહુ જ બીઝી છો, પણ જો એકવાર રિપ્લાઇ કરશો તો મને બહુ જ ગમશે.” નિકેત ગુસ્સામાં જ ફોન મૂકવા જતો હતો ત્યાં જ એની નજર કાગળ પર લખેલી અધૂરી વાર્તા પર પડી. કઇંક વિચાર્યું અને પછી પેલા અજાણ્યા નંબર ને રિપ્લાઇ આપવાના શરૂ કર્યા.

સવારે 6 વાગ્યા સુધી બંને વાતો કરતાં રહ્યા અને પછી નિકેતે વાર્તાનું નવું પાનું શરૂ કર્યું. વાર્તાનું શીર્ષક હતું, “એક અજનબી એક મેસેજ”. પછી તો રોજ વાતો થવા લાગી અને વાર્તા આગળ વધવા લાગી. નિકેતની એ વાર્તા બેસ્ટ સેલ્લરનો ઍવોર્ડ જીતી ચૂકી હતી.
જેના શીર્ષક નીચે તેણે લખ્યું’તું, “ડેડીકેટેડ તો મિસીઝ. નિકેત. ઉર્ફ અજનબી હસીના”.

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. Ashwin Majithia કહે છે:

    really nice.. such thing do hppn sometimes.. when we are too disappoiinted and from nowhere we get it totally unexpected..

    Like

Leave a comment