ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા

ઋતુ આજે ખુબ ઉત્સાહિત હતી.એની ભીતરે ઉઠતાં ઈચ્છાઓના જલતરંગોએ ઝણઝણાટી અનુભવી રહી હતી.કેટકેટલા અરમાનોનાં તોરણ બાંધી રહી હતી .સમીરથી છુટા પડ્યા પછી પણ એ સમીર સીવાય કંઈ વિચારી શકતી નહોતી અને ગઈ સાંજે જ્યારે પપ્પાએ કહયું કંસાર રાંધો સમીર જમાઈ આવતી કાલે ઋતુને લેવા આવશે .એ ગુડ ન્યૂઝ સાંભળી ઘરના તમામ સભ્યો હર્ષના હિલોળે ચડ્યા હતા.અને ઋતુ… ્..અહોઓ એના તો પગ જમીન પર નહોતા રહેતા એ સ્વપ્ન નગરીમાં ઉડી રહી હતી…..ટ્રિંગટ્રીંગ…..લેન્ડલાઇનના અવાજે એ સપનામાંથી જાત ખંખેરી ચીલઝડપે ફોન તરફ ધસી .એ હલો બોલે તે પહેલાં સામેથી સંજયમામાનો અવાજ આવ્યો ,”જીજાજી ,બ્રોકર સાથે વાત થઈ ગઈ છે એ તમારી માંગેલી કીંમતે ઘર ખરીદવા તૈયાર છે અને ત્યારબાદ જે ભાડેથી ઘર લેવાના હતા એની જરૂર નથી તમે અમારા ભેગા જ રહેવા આવી જજો જેથી સમીર જમાઈનાં બાઈકનોય હપ્તો ભરાઈ જશે”
એકીશ્વાસે મામા બોલતાં ગયા અને ઋતુ એક એક ધબકારો ચુકતી ગઈ એ સમજી ગઈ હતી સમીર નામના પર્યાય રૂપે પવન નામક ધસમસતા વાવાઝોડાએ આજે બધું જ ખેદાનમેદાન કરી નાખ્યું હતું હવે ખાલીપો એની ભીતર ચક્રાવાત બની ઘરને એકલતાના અવશેષો આપી ગયો

 

— કાજલ હેનિયા

 

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. Jahnvi Antani કહે છે:

    સુંદર રજુઆત… ગમી.

    Like

  2. Maya Makwana કહે છે:

    સમીર નામના વાવાઝોડાએ આખા ઘરને તહસ નહસ કરી નાખ્યું…મસ્ત વારતા

    Like

Leave a comment